રાજુલા તાલુકાના પીપાવાવ ધામ ખાતે કોળી સમાજ જ્ઞાતિની વાડીનું અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લાના પ્રમુખ કરણભાઈ બારૈયા, પ્રદેશ મહામંત્રી અજયભાઈ શિયાળ તથા પીપાવાવ ધામનાં સરપંચ ભાણાભાઈ ગુજરીયાનાં હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ તકે રમેશભાઇ બારૈયા, છનાભાઈ બારૈયા, પાંચાભાઈ બાંભણીયા, પુનાભાઈ સાંખટ, બાબુભાઈ બાંભણીયા, ભાવેશભાઈ બાંભણીયા, રામભાઈ શિયાળ, કાળુભાઇ બારૈયા, ઓઘડભાઈ બારૈયા, ગોબરભાઈ વાસીયા, કનુભાઈ ગુજરીયા, જયસુખભાઇ બાંભણીયા, ભગાભાઈ સાંખટ, ગીગાભાઈ ગુજરીયા, બાબુભાઈ મકવાણા, મુન્નાભાઈ મકવાણા, મોહનભાઈ સાંખટ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.