રાજુલાના નીંગાળા-૦૧ ગામે પારિવારિક ઝઘડામાં ધમકી આપવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી.લક્ષ્મણભાઇ ગાંડાભાઇ લાખણોત્રા (ઉ.વ.૫૨)એ રમેશભાઇ લાભુભાઇ લાખણોત્રા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તથા આરોપીના કાકા વચ્ચે અગાઉ સામસામે મારામારીનો ગુનો દાખલ થયો હતો. જે બાબતનું મનદુઃખ રાખી આરોપી તેમના પરિવાર સાથે નાના-મોટા ઝઘડા કરતો હતો. તેમને ઉશ્કેરવાના ઇરાદાથી પોતાની મોટરસાઇકલ તેમની મોટરસાઇકલ સાથે સામાન્ય અડાડી જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સામે પક્ષે રમેશભાઇ લાભુભાઇ લાખણોત્રા (ઉ.વ.૩૨)એ લક્ષ્મણભાઇ ગાંડાભાઇ લાખણોત્રા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના કાકા કનુભાઇ મેણસીભાઇ લાખણોત્રા તથા આરોપી વચ્ચે સામસામે મારામારીની ફરિયાદ થઈ હતી. આરોપી તેમના પરિવાર સાથે નાના-મોટા ઝઘડા કરતો હતો. જેનું મનદુઃખ રાખી તેમને ઉશ્કેરી મોટરસાઇકલ અડાડી તેમની સાથે બોલાચાલી કરી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી. બી. ઝીંઝાળા વધુ તપાસ કરી રહ્યા છે.








































