રાજુલા તાલુકાના દાતરડી ગામમાં રામતલા નદી પરના બ્રિજની નબળી સ્થિતિને ધ્યાનમાં રાખીને, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજે ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧ ની કલમ ૩૩ (૧) (બી) હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, દાતરડી ખાતેના માઇનોર બ્રિજ પરથી તમામ ભારે થી અતિભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહુવાથી રાજુલા અને રાજુલાથી મહુવા તરફ જતા આવા વાહનોએ વૈકલ્પિક રૂટ તરીકે દાતરડી બાયપાસ પરના NHAI-51 માર્ગનો ઉપયોગ કરવો પડશે. આ પ્રતિબંધ તા. ૧૪ જુલાઈ, ૨૦૨૫ થી બ્રિજનું સમારકામ પૂર્ણ ન થાય અથવા નવો બ્રિજ ન બને ત્યાં સુધી અમલમાં રહેશે. આ આદેશનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.









































