રાજુલાના ચૌત્રા ગામે પરિણીતાને સાસરિયાએ અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો. બનાવ અંગે ગીતાબેન દિનેશભાઈ બારૈયા (ઉ.વ.૩૬)એ રમેશભાઇ રાઘવભાઇ બારૈયા, કાજલબેન રમેશભાઇ બારૈયા, નેન્સીબેન ભાવેશભાઇ બારૈયા, ગીતાબેન બાલુભાઇ ઢાપા, રાધીકાબેન ભાવેશભાઇ બારૈયા તથા રાઘવભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ પોતાના ઘરે હાજર હોય તે દરમ્યાન તેના દિકરાનો ફોન સસરા રાઘવભાઇના મોબાઇલ ફોનમાં આવ્યો હતો અને તેને લેવા માટે રાજુલા જવાનું હતું. તે બાબતે આરોપીએ તેમને રાજુલા કોણ લેવા જાય તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત શરીરે ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.







































