રાજુલાના ખેરા ગામે ખોખરી સીમમાં જુગાર રમતા ચાર ઈસમો પર પોલીસ ત્રાટકી હતી. પોલીસને જોઈ બે શખ્સ ફરાર થઈ ગયા, જ્યારે બે ઝડપાયા હતા. સ્થળ પરથી ૧૦૭૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. કાનાભાઈ હમીરભાઈ શિયાળ અને સંજયભાઈ મનજીભાઈ ગુજરીયા રેઇડ દરમિયાન રોકડા ૧૦૭૫૦ સાથે ઝડપાયા હતા. જ્યારે શૈલેષભાઈ બરવીનભાઈ ગુજરીયા અને જીતેશભાઈ ચૌહાણ ફરાર થઈ ગયા હતા. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.ડી. લાધવા વધુ તપાસ કરી રહ્યા છે.





































