અમરેલી જિલ્લામાં સિંહોની વસ્તી ગણતરી પહેલા ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજુલા તાલુકાના પીપાવાવ-ભેરાઈ વિસ્તારમાં બે દિવસ પહેલા એક બાળ સિંહનો મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ રાજુલાના કોટડી ગામ નજીક રેવન્યુ વિસ્તારમાં આવેલી વાડીમાંથી દોઢથી બે વર્ષના પાઠડા સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગની ટીમે બંને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડ્યા હતા.