રાજુલા એસટી ડેપો દ્વારા ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને પ્રવાસી જનતા માટે વધુ એક સુવિધા શરૂ કરવામાં આવી છે. હાલમાં રાજુલા ડેપો દ્વારા સવારના ૬ઃ૦૦ કલાકે રાજુલા-ઓખા બસ શરૂ છે અને તે રૂટ રાબેતા મુજબ શરૂ જ રહેશે. તે સિવાય તારીખ ૦૭/૦૪/૨૦૨૬ થી દરરોજ રાત્રિના ૭ઃ૦૦ કલાકે રાજુલા-ઓખા નવી બસ શરૂ કરવામાં આવી રહી છે. આ બસ રાજુલા, જાફરાબાદ, ઉના, કોડીનાર, વેરાવળ અને પોરબંદર થઈને ઓખા પહોંચશે. તેવી જ રીતે ઓખાથી રાજુલા આવવા માટે પણ મુસાફરોને રાત્રિના સમયે આ બસ પરત મળશે. રાજુલા ડેપો મેનેજર દ્વારા પ્રવાસી જનતાને આ નવીન સુવિધાનો મહત્તમ લાભ લેવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.