રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાત્રિના સમયે એક અસામાન્ય ઘટના બની હતી. વિકટર નજીક ૨થી ૩ સિંહો અચાનક હાઈવે પર આવી જતાં વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. વાહનચાલકોએ સમયસૂચકતા વાપરીને બ્રેક મારતાં મોટી દુર્ઘટના ટળી હતી.અમરેલી જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ સિંહોની વસ્તી ધરાવે છે. આ વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ૨૪ કલાક વાહનોની અવરજવર રહે છે. સિંહોના હાઈવે ક્રોસિંગના આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.