અમરેલી જિલ્લાના પ્રભારી સચિવ સંદીપ કુમારના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાની ઉપસ્થિતિમાં રાજુલા-જાફરાબાદના દરિયાઈ તટીય વિસ્તારની સુરક્ષા અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ઓપરેશન સિંદૂરને પગલે દરિયાઈ વિસ્તારોમાં નાગરિકોને
જાગૃત કરવા આ મુલાકાત બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં રાજુલા-જાફરાબાદ તાલુકા વહીવટી તંત્ર, કોસ્ટગાર્ડ, પીપાવાવ પોર્ટ, સ્વાન શીપયાર્ડ, ખાનગી કંપની, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, મરીન પોલીસ, સ્થાનિક અધિકારીઓ અને બોટ એસોસિએશનના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં નાગરિકો અને માછીમારોને જરૂરી તકેદારી રાખવા અનુરોધ કરાયો હતો. વધુમાં, દરિયાઈ વિસ્તારમાં કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક રાજુલા-જાફરાબાદ વહીવટી તંત્રને જાણ કરવા અને લેવાના થતા વિશેષ પગલાં અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.







































