રાજુલા તથા જાફરાબાદ તાલુકાઓમાં તા. ૧-નવેમ્બરથી ૩૦-નવેમ્બર સુધી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય અને મતદાર યાદીમાં નામ નોંધાવવાનું બાકી હોય તેવા ભાઇઓ-બહેનો નામ નોંધાવી શકશે. તેમજ અન્ય સુધારા-વધારા કરી શકાશે.