રાજુલા-જાફરાબાદ- ખાંભા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં સહકારી આગવાન દિલીપભાઈ સંઘાણી,
ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જીજ્ઞેશભાઈ પટેલ અને આહીર સમાજના અગ્રણી પીઠાભાઈ નકુમની આગેવાનીમાં ૧૪ ઉમેદવારો બિનહરીફ જાહેર થતા તમામ ઉમેદવારોને અભિંનંદન પાઠવવામાં આવ્યા હતા. તમામ ઉમેદવારો માટે જીજ્ઞેશભાઈ પટેલની આગેવાનીમાં તમામ ઉમેદવારો માટે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.