અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસે રાજુલા અને જાફરાબાદ શહેર તથા તાલુકા માટે નવા યુવક નેતાઓની નિમણૂક કરી છે. આ નિમણૂક આગામી રાજુલા-જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની સૂચના અનુસાર, અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ સંદીપભાઈ ધાનાણીએ આ નિમણૂકો જાહેર કરી છે. જેમાં રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કરણભાઈ કોટડીયા, રાજુલા તાલુકા યુવક કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ પરમાર, જાફરાબાદ શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ મુદસ્સરભાઈ થૈયમ અને જાફરાબાદ તાલુકા યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે યુવરાજભાઈ વરૂની વરણી કરવામાં આવી છે.