રાજુલા અને જાફરાબાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના પ્રમુખો દ્વારા હિન્દુ દેવી-દેવતાઓના ફોટાવાળા ફટાકડા બાબતે મનહરભાઈ બારૈયા, વિરેન્દ્રસિંહ જાડેજા, બિપીનભાઈ વેગડા, જયરાજસિંહ વરૂએ રોષ વ્યક્ત કરતા વેંચાણ અને ખરીદારી ન કરવા અનુરોધ કરાયો છે. હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા દેવી-દેવતાઓના ફોટાવાળા ફટાકડાનું ચોરી-છુપીથી વેચાણ થઈ રહ્યું હોય ત્યારે તમામ હિન્દુ સમાજને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રહિત અને હિન્દુ
સંસ્કૃતિની રક્ષા કરવી એ અમારો ઉદ્દેશ છે. હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા ફટાકડા વેંચાણ કે ખરીદનારી ન કરવા રોષ સાથે અનુરોધ કરાયો હતો અને વેચાણ થતુ હોય તો જાણ કરવા વિશ્વ હિન્દુ પરિષદના વિરેન્દ્રસિંહ જાડેજા, બજરંગદળ તાલુકા પ્રમુખ મનહરભાઈ બારૈયાએ જણાવ્યું છે.