જીએચસીએલ ફાઉન્ડેશન ટ્રસ્ટ વિક્ટર તથા હેલ્પેજ ઈન્ડયાનાં સંયુકત ઉપક્રમે
રાજુલા,તા.૬
જીએચસીએલ ફાઉન્ડેશન ટ્રસ્ટ વિક્ટર તથા હેલ્પેજ ઈન્ડયાનાં સંયુકત ઉપક્રમે રાજુલા અને જાફરબાદ તાલુકાનાં ત્રણ ગામોમાં જરૂરિયાતમંદ ૧૩૦ વૃધ્ધોને સહાયક ઉપકરણ જેવા કે લાકડી, ટ્રાઇપોડ અને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા જીએચસીએલ લીમિટેડ અને સી.એસ.આર ટીમ તેમજ ગ્રામ્ય કક્ષાએથી સરપંચો, આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન હેલ્પેજ ઈન્ડયાનાં જયસુખભાઇ બારૈયા દ્વારા કરવામાં આવ્યુ હતુ.