રાજુલાની શ્રીમતી ટી.જે.બી.એસ. ગર્લ્સ હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના હેતુસર માર્ગ સલામતી અંગે માહિતી આપવામાં આવી હતી. શાળામાં માર્ગ અકસ્માતોને ટાળવા અને જીવનના મૂલ્યપૂર્ણ મહત્વની સમજ આપવા માટે માર્ગ સલામતીના નિયમો સમજાવવામાં આવ્યા હતા. સાથે જ ૧૨ જૂનના રોજ અમદાવાદમાં થયેલા ગોઝારા વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શાળા પરિવાર તરફથી મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.







































