રાજુલા તાલુકાના ૧૬ ગામના બહેનો દ્વારા રાજુલાના ગાંધી મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૪૦ લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન રાજુલા ઉત્થાન ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. તેનો હેતુ
આભાર – નિહારીકા રવિયા એ હતો કે બંધારણના મૂલ્યો આધારિત એવું મહિલા સંગઠન બને કે મહિલાઓના આર્થિક, સામાજિક, રાજકીય ક્ષેત્રે બદલાવ આવે તેમજ મહિલાઓ પોતાના હક અધિકાર મેળવતી થાય. તેમ જ ગ્રામ્ય વિસ્તારમાંથી નવા વોલિએન્ટરો ઉભા કરવા, સંગઠનો ઊભા કરવા જેથી સંગઠન મજબૂત અને ટકાઉ બને. કાર્યક્રમમાં રાજુલા મામલતદાર વિભાગમાંથી ઉપસ્થિત રહેલા હિરલબેને સમાજ સુરક્ષાની ઘણી બધી સરકારી યોજના વિશે
વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે તમામ બહેનો સંગીતના તાલે ગરબા રમી હતી.