રાજુલા ખાતે ૧૦ મેના રોજ સમસ્ત બ્રહ્મસમાજ અને જય પરશુરામ યુવા ગ્રુપ – રાજુલા દ્વારા ભગવાન પરશુરામદાદાના જન્મોત્સવનાં શુભ પ્રસંગે બ્રહ્મચોર્યાસી, ભવ્ય શોભાયાત્રા તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે. શોભાયાત્રા રાજુલાના વિવિધ માર્ગો ઉપર પસાર થઈને સમસ્ત બ્રહ્મસમાજ કોમ્યુનિટી હોલ ખાતે પહોંચશે જયાં ભગવાન પરશુરામની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારબાદ રાજુલા બ્રહ્મસમાજનું ભવ્ય બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ ભાનુભાઈ રાજગોર, મનોજભાઈ વ્યાસ, ટ્રસ્ટી પ્રવિણભાઈ ત્રિવેદી (એડવોકેટ), કનકભાઈ જાની, પરશુરામ યુવા ગ્રુપનાં કાર્યકરો ભરતભાઈ મહેતા, હરેશભાઈ તેરૈયા, ભરતભાઈ જાની, જીતુભાઈ તેરૈયા, જયેશભાઈ ત્રિવેદી, પ્રફુલભાઈ રાજયગુરૂ, રાકેશભાઈ જોષી, સંજીવભાઈ જોપી, ચીરાગભાઈ જોષી આ ભવ્ય શોભાયાત્રાની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.