રાજુલા ખાતે આગામી તા. ૧/૪/૨૦૨૫ને મંગળવારના રોજ સવારે ૧૧ થી ૧ની સમય મર્યાદામાં ‘સાહિત્યકુંજ’નામે સાહિત્યસભા સંમેલનનું આયોજન કરવામાં આવશે.આ સમગ્ર ‘સાહિત્યકુંજ’ સંમેલનનું આયોજન કોલેજના આચાર્યા ડા. રીટાબેન રાવળની રાહબરી હેઠળ કરવામાં આવશે. જેમાં સંચાલક તરીકે એસ.વાય.બી.એ.ના વિદ્યાર્થિની ઉપાધ્યાય ફોરમબેન તથા સહસંચાલક તરીકે કવાડ પાયલબેન નિયુક્ત કરવામાં આવ્યા છે આ ‘સાહિત્યકુંજ’ સંમેલનમાં પ્રમુખ તરીકે ડા. મિતલબેન નાયીની વરણી કરવામાં આવેલ છે. આ ‘સાહિત્યકુંજ’ સંમેલનમાં રસ ધરાવતા તમામ મહિલાઓને સંસ્થાવતી પધારવા માટે ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.