રાજુલા ખાતે શ્રી આરોહી મહિલા વિકાસ ટ્રસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રના આગેવાનો, મહિલાઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા ખાસ કરીને મહિલાઓ સંબધિત સેવાકીય અને ઉપયોગી કાર્યો કરશે જેમાં વૃદ્ધ, વિધવા, વિકલાંગ તેમજ મહિલાઓને આત્મનિર્ભર થવા માટે આ સંસ્થા કામ કરશે. ભારત તેમજ રાજ્ય સરકારમાંથી મહિલા વિકાસ માટે જે યોજનાઓ અમલમાં છે તેની જાણકારી મેળવી મહદ્‌અંશે લાભો મહિલાઓને મળી રહે તે દિશામાં તત્પર રહેશે. આ સંસ્થા માર્કેટ યાર્ડ, પ્રથમ માળ, અમરેલી જિલ્લા બેંક બાજુમાં સમય સવારે ૧૧ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ લોકાર્પણ કાર્યક્રમ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતો.