રાજુલા ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા રાજુલા એસટી વર્કશોપ પાછળ સંસ્થા દ્વારા ૪૦ લાખના ખર્ચે કોમ્યુનિટી હોલ અને સંસ્કૃત પાઠશાળા બનાવવા માટે અખાત્રીજનાં દિવસે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ઔદિચ્ય બ્રહ્મસમાજ રાજુલા પ્રમુખ ચિરાગ બી. જોષી, ઉપપ્રમુખ કમલેશભાઈ વ્યાસ, શશીભાઈ રાજગુરુની આગેવાનીમાં આ સેવાકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મારુતી ધામ મંદિર મહંત ભાવેશ બાપુ ગોંડલીયા, જે.એમ. જોષી, વિજયભાઈ જોષી, ધમેન્દ્રભાઈ જોષી, પત્રકાર ભુપેન્દ્રભાઈ જોષી, રાજેશ ઝાંખરા ઉપસ્થિત રહ્યાં હતાં. આ દરમિયાન પૂજાનો લાભ કમલેશભાઈ વ્યાસે લીધો હતો. કાર્યક્રમ સફળ બનાવવા કિરીટભાઇ પંડ્યા, ભાર્ગવ વ્યાસ, દુષ્યંત ભટ્ટ, પરાગ જોશીએ જહેમત ઉઠાવી હતી.