રાજુલામાં એસટી બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે ચાર જુગારીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ૧૨૮૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે લખુભાઇ વાઘેલા, રામજીભાઇ ચીભડીયા, કિશનભાઇ ચીભડીયા તથા રમણીકભાઇ ચીભડીયાને એસટી બસ સ્ટેન્ડ પાસેની ઝુંપડપટ્ટીમાં જાહેરમાં ગંજીપત્તાનાં પાના વડે પૈસાની હારજીતનો તીન પત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ.૧૨૮૦ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એમ.વાળા વધુ તપાસ કરી રહ્યા છે.