શ્રાવણ માસનાં પવિત્ર દિવસો અને તહેવારોને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા અમરેલી એસટીના વિભાગીય નિયામક તેમજ રાજુલા ડેપો મેનેજરને દર વખતની માફક આ વર્ષે પણ ઘેલા સોમનાથ બસ ચાલુ કરવા માટે રજૂઆત કરતાં દરેકનાં સંયુક્ત પ્રયાસોથી રાજુલાથી ઘેલાં સોમનાથ માટે શ્રાવણ માસ માટે બસ શરૂ કરવામાં આવશે. જે દરરોજ સવારે ૭.૦૦ વાગે રાજુલાથી બસ ઉપડશે જે ૧૧.૦૦ વાગ્યાં આસપાસ પહોંચશે અને ત્યાંથી બપોરનાં ૧-૩૦ વાગે પરત રાજુલા આવવા માટે ઉપડશે તો આ બસ સેવાનો રાજુલા તાલુકાનાની તમામ ધર્મપ્રેમી જનતાને લાભ લેવાં અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે રાજુલા એસટી કંટ્રોલ રૂમ ૦૨૭૯૪૨૨૨૦૭૦ પર સંપર્ક કરવો.