અમરેલી જિલ્લામાંથી યુવતી લાપતા થવાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. ખાંભાના રબારીકા ગામે રહેતા પ્રવિણભાઈ દેવશીભાઈ પરમાર (ઉ.વ.૫૨)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી કિરણ (ઉ.વ.૧૮) રાજુલા મુકામે ઇન્ટરવ્યુ આપવા ગઈ હતી. રાજુલા આહિર સમાજના ગેટ પાસે તેને ઉતારી હતી. તે પછી તેનો મોબાઇલ બંધ આવતો હતો. જેથી તે કોઈને કાંઈ કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. શોધખોળ કરવા છતાં ભાળ મળી નહોતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ ભરતભાઈ મુહાભાઈ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.










































