૨૧ મી જૂનને વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે ‘સ્વયં અને સમાજ માટે યોગ’ ની થીમ હેઠળ રાજુલા તાલુકા હેલ્થ કચેરી તળેના આરોગ્ય સ્ટાફ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા. તાલુકા આરોગ્ય અધિકારી ડા.નિલેશ વી.કલસરીયાના માર્ગદર્શન હેઠળ સી.એચ.ઓ. નર્સ બહેનો અને મ.પ.હે.વ. ભાઈઓ સહિતના હાજર રહ્યા હતા.