રાજુલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નિલેશ કલસરિયા, આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર નિકુંજ વ્યાસ અને સીએચઓ નોડલ દ્વારા સમગ્ર પ્રાથમિક આરોગ્ય સેવાઓ ગુણવત્તાયુક્ત મળી રહે તે હેતુસર જન આરોગ્ય સમિતિની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. પી.એચ.સી અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના ઓફિસર, મેડિકલ ઓફિસર એમ.પી.એચ.ડબલ્યુ, આશાવર્કર બહેનોને આ તાલીમ આપવામાં આવી હતી. જેમાં સમિતિની રચના, સમિતિનું કાર્ય અને દસ્તાવેજીકરણ વગેરે મુદ્દાઓ વિશે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં તમામ કર્મચારી હાજર રહેલ હતા.