જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ સુરક્ષાના હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હોટલ અને લોજમાં સીસીટીવી કેમેરા કાર્યરત રાખવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશનું ઉલ્લંઘન કરનારા સાવરકુંડલા અને રાજુલાના હોટલ સંચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન રાજુલા અને સાવરકુંડલા પંથકની કેટલીક હોટલો અને લોજમાં સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં ન હોવાનું સામે આવ્યું હતું. સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વના ગણાતા આ સાધનો બંધ રાખીને સંચાલકોએ જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હોવાનું જણાયું હતું. અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ, તમામ હોટલ, લોજ અને ગેસ્ટ હાઉસમાં સીસીટીવી કેમેરા ચોવીસ કલાક ચાલુ હાલતમાં રાખવા અને તેનું રેર્કોડિંગ જાળવવું ફરજિયાત છે. આ નિયમનો ભંગ કરી બેદરકારી દાખવનારા સંચાલકો વિરુધ્ધ પોલીસે કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જિલ્લાના તમામ હોટલ સંચાલકોને કડક સૂચના આપી, મુસાફરોની સુરક્ષા પ્રવૃત્તિઓ પર લગામ માટે સીસીટીવી સિસ્ટમ રાખવી અનિવાર્ય છે.







































