રાજુલા અને ટીંબી માર્કેટીંગ યાર્ડમાં દિવાળી તહેવારોને લઈ મગફળી-કપાસની પુષ્કળ આવક થવા પામી છે. ત્યારે તહેવારોને અનુલક્ષી રાજુલા યાર્ડના ચેરમેન છગનભાઈ ધડુક, વાઈસ ચેરમેન મનુભાઈ ધાખડા, ટીંબી યાર્ડ ચેરમેન ચેતનભાઈ શિયાળ, વાઈસ ચેરમેન ગૌતમભાઈ વરૂ દ્વારા બોલાવેલ બેઠકમાં તા.ર-૧૧થી તા.૮-૧૧ સુધી બંને યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેથી ખેડૂતોને જાણ કરાઈ છે કે, આગામી તા.૯-૧૧થી રાબેતા મુજબ યાર્ડ ધમધમશે અને જણસ યાર્ડમાં લાવી શકાશે.