અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ રાજુલા અને ખાંભા ખાતે ૬૮મા અખિલ ભારત સહકાર સપ્તાહ અંતર્ગત સહકારી મંડળીઓના સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ અવસરે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ના વાઇસ ચેરમેન અરૂણભાઈ પટેલ, અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ જયંતિભાઇ પાનસુરીયા, ખાંભા યાર્ડ પ્રમુખ હરિભાઇ હિરપરા, સાવરકુંડલા યાર્ડ પ્રમુખ દીપકભાઇ માલાણી, ટીંબી યાર્ડ પ્રમુખ ચેતનભાઇ શીયાળ, જિલ્લા બેન્કના ડાયરેકટર યોગેશભાઇ બારૈયા, જિલ્લા બેન્કના મેનેજર બી.એસ કોઠીયા અમર ડેરીના મેનેજર આર.એસ.પટેલ અને રાજુલા તાલુકાના મંડળીઓના મંત્રીઓ, મેનેજર તેમજ સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.