ઉચ્ચ કક્ષાએ રજૂઆત છતાં પરિણામ મળતું નથી
રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને એસ. ટી. બસના અભાવે શાળા-કોલેજમાં જવા આવવાની મુશ્કેલી પડે છે. લોર, માણસા, પીસળી, એભલવડ સહિતના વિદ્યાર્થીઓ ઉના અને રાજુલા કોલેજ કરે છે. આ વિદ્યાર્થીઓની માંગણી છે કે રાજુલાથી શરૂ કરી ઉના વચ્ચે એસ.ટી. શરૂ કરવામાં આવે તો આ આઠ ગામના વિદ્યાર્થીઓને આવવા-જવામાં સરળતા રહે. અત્યારે એક પણ બસ મળતી નથી તેમજ એસ.ટી. વિહોણા પણ ગામડા છે. વર્ષોથી એભલવડ રાજુલા નાઈટ બસ શરૂ હતી તે પણ બંધ કરવામાં આવી છે. બાળકોને અભ્યાસ માટે પણ રોજ મોતના મુખમાં રિક્ષાઓમાં કે પ્રાઇવેટ વાહનોમાં ઉના કે રાજુલા જવામાં ભારે મુશ્કેલી પડે છે. આ અંગે લોરના આગેવાન દિલુભાઇ વરુ, એભલવડના સરપંચ જગાભાઈ તથા પીસળી ગામના આગેવાનો સહિતની માંગણી છે કે રાજુલા ઉના વાયા ઉપરોક્ત ગામોથી હંકારવામાં આવે. રાજુલાથી ઉના જવા માટે સવારના ૮ પછી એક પણ બસ જતી નથી. આ પ્રશ્ન અંગે આગેવાનો દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, એસ.ટી. નિયામક તથા ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા સહિતને રજૂઆત કરવામાં આવી છે.
આભાર – નિહારીકા રવિયા
આભાર – નિહારીકા રવિયા