રાજુલા શહેરમાં મ્જીદ્ગન્ના કવરેજની સમસ્યા છેલ્લા છ મહિનાથી વકરી રહી છે, જેના કારણે મોબાઈલ ધારકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને સાઈનાથ ચોક અને હવેલી રોડ વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી કવરેજ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે, જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. આ અંગે સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્રના બેરા કાન સુધી તેમની વાત પહોંચી રહી નથી. માજી નગરપાલિકાના પ્રમુખે ટેલિફોન વિભાગના વડાને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. રાજુલામાં મ્જીદ્ગન્ની કચેરી અને અધિકારીઓ હોવા છતાં, છેલ્લા છ મહિનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે, જેના કારણે લોકો મ્જીદ્ગન્થી નારાજ થઈ રહ્યા છે. રાજુલાના પ્રમુખ અને વેપારી અગ્રણી બકુલભાઈ વોરાએ અમરેલી ખાતે ટેલિફોનના વડા ગુપ્તા અને રાજુલાના સ્થાનિક અધિકારીઓને છેલ્લા છ મહિનાથી સતત રજૂઆત કરી છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ગૌરાંગભાઈ મહેતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદી ખાનગી કંપનીઓ કરતાં સારી સુવિધા અને ઓછા ભાવે કવરેજ આપવાના પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ મ્જીદ્ગન્ના અધિકારીઓની બેદરકારીના કારણે આ યોજના સાકાર થઈ રહી નથી. જ્યારે પણ રજૂઆત કરવામાં આવે છે, ત્યારે રાજકોટ કે અમરેલીથી સમસ્યાનું નિરાકરણ લાવવાનું આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં કોઈ ફેરફાર થતો નથી. રાજુલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુએ જણાવ્યું હતું કે જો સરકાર મ્જીદ્ગન્ના કવરેજ પર ધ્યાન નહીં આપે તો પરિસ્થિતિ વધુ વણસી જશે. હાલમાં રાજુલામાં માત્ર એક જ જગ્યાએ મ્જીદ્ગન્નું રિચાર્જ થાય છે, કારણ કે લોકો કવરેજની સમસ્યાના કારણે રિચાર્જ કાર્ડ લેવાથી પણ કંટાળી ગયા છે. કવરેજ વારંવાર ખોરવાઈ જવાના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. રાજુલાના પ્રતિષ્ઠિત આગેવાનોએ કેન્દ્રીય ટેલિફોન ખાતાને આ બાબતે તાત્કાલિક ધ્યાન આપવા અને ઘટતું કરવા વિનંતી કરી છે.