રાજુલા સંચાલિત લાઇબ્રેરી શ્રી ત્રિવેણીમાં ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને વૃદ્ધાશ્રમ દ્વારા ૧૩૦૦ વિદ્યાર્થિનીઓને દરેકને દસ નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મૂળ મહુવાના જિજ્ઞાસુ વૈજ્ઞાનિક, સિંધ નદીના વહેણના સંશોધક અને દાતાર એવા ૮૬ વર્ષીય જગદીશભાઈ ગાંધી ખાસ તો કન્યા શિક્ષણ અને નબળા વર્ગના બાળકોને શિક્ષણ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેમણે ૧૨ ગામની ૧૩૦૦ દીકરીઓ માટે વિના્‌મૂલ્યે દરેકને ૧૦ ફુલસ્કેપ બુકનું વિતરણ કર્યું હતું. આ ટ્રસ્ટ જરૂરિયાતમંદ દીકરીઓને સ્કૂલ અને કોલેજની ફી ભરવા માટે સ્કોલરશીપ પણ આપે છે. જે ગામમાં બસ કે બીજું વાહન નથી મળતું તેવી વિદ્યાર્થિનીઓને ભણવા માટે મહુવા જવાનું હોય તે માટે ટ્રસ્ટ દ્વારા વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. નોટબુક વિતરણ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય આર.સી. મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. રાજુલાના ટ્રસ્ટી ગૌરાંગભાઈ મહેતા, યુવરાજભાઈ ચાંદુ, મનીષભાઈ વાઘેલા, નિમેશભાઈ ઠાકર, વિભાબેન મહેતા, વિધીબેન મહેતા, હેતલબેન મેખિયા, પાયલબેન વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ દુલાભાઈ ભાલિયા સહિતના આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.