રાજુલામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. હાસ્પિટલની પડતર જગ્યામાં બાથરૂમ માટે ગયેલી મહિલાનું પાકિટ લૂંટવાની કોશિશ થઈ હતી. બનાવ અંગે માટલા વિક્રેતા કાંતાબેન ચકુરભાઇ ટાંક (ઉ.વ.૫૫ )એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા સાહેદો રાજુલા મોહન ટાવરની બાજુમાં આવેલ સરકારી હોસ્પિટલની પડતર જગ્યાએ બાથરૂમ માટે ગયા હતા. તે વખતે શરીરે વાદળી તથા સફેદ ચોકડી વાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલા અને આશરે ત્રીસેક વર્ષની ઉંમરના અજાણ્યા વ્યકિતએ તેમના હાથમાં રહેલા પૈસાના પાકિટની લુંટ કરવાની કોશીશ કરી હતી. સાહેદ રંજનબેન દિનેશભાઇ ચૌહાણ તથા રેખાબેન ભુરાભાઇ સોલંકી સાથે પણ આવી રીતે પૈસાના પાકિટની લુંટ કરવાની કોશીષ કરી તેનું મોટર સાયકલ લઇ ફરાર થઈ ગયો હતો.










































