દેશના પ્રથમ સીડીએસ જનરલ બીપીન રાવત સહિત ૧૪ લોકો હેલિકોપ્ટર ક્રેશમાં શહિદ થતા, રાજુલામાં શહિદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.શહેરના અંબાજી મંદિર ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો જાડાયા હતા. હાજર રહેલા આગેવાનોએ શહિદ થયેલા સૈનિકો વિશે માહિતી આપી હતી અને તેમની શહિદીથી દેશને ખુબજ નુકસાન થયુ હોવાનું જણાવ્યું હતું.