રાજુલા શહેરમા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ વન વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું હતું. ત્યારે રાજુલાના મારૂતિધામ, કુંભનાથ-સુખનાથ મહાદેવ મંદિર સહિત મંદિરોના
પટાંગણમા વૃક્ષારોપણ કરાયુ હતું. અને ૧૦૦ જેટલા વૃક્ષો વાવી વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, તૌકતે વાવાઝોડા દરમિયાન અનેક વૃક્ષો ધરાશાઇ થયા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વૃક્ષો વાવી પર્યાવરણ બચાવો સૂત્રના સાર્થક સાથે
વૃક્ષારોપણ કરાયુ હતું. આ તકે મારૂતિધામ મહંત ભાવેશબાપુ,સાગરભાઈ સરવૈયા, ચીરાગભાઇ જોષી, કાનાભાઇ ગોહિલ, હરેશભાઇ જેઠવા, ગીરીશભાઇ જોષી, પ્રશાંતભાઇ ગોહિલ, હર્ષદભાઈ ટાંક, ચીરાગભાઇ બી.જોષી સહિત સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.