રાજુલા શહેરમાં રાજુલા સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ વિદ્યાર્થી સન્માન સમારંભ તેમજ નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. રાજુલા શહેરમાં આવેલ મુક્તાનંદ બાગ ખાતે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તમામ મહેમાનોનું પુસ્તકો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ દાતાઓને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.