રાજુલાના જાફરાબાદમાં સીતારામ પેટ્રોલપંપ પર પૈસા બાબતે બબાલ થઈ હતી.
જે અંગે મોઇનભાઈ દિનુભાઈ નાયા (ઉ.વ.૨૧)એ કોવાયા ગામના નાનભાઈ રામાભાઈ, ભાવેશભાઈ વાઘ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તથા સાહેદ નવાજભાઈ સાથે આરોપીઓએ માથાકૂટ કરી ગાળો બોલી ધમકી આપી હતી. આરોપીઓ તેમના પેટ્રોલપંપે તેમની ફોરવ્હીલ સ્વીફ્ટ ગાડી લઈને સી.એન.જી પુરાવવા માટે આવ્યા હતા. જેથી આરોપીઓને ફોરવ્હીલ સ્વીફ્ટ ગાડીમાંથી નીચે ઉતરવાનું કહેતા તેમને સારું નહોતું
લાગ્યું અને સી.એન.જી પુરાવ્યા વગર ત્યાંથી જતા રહ્યા હતા. થોડીવાર પછી પાછા આવ્યા હતા અને પૈસા બાબતે બોલાચાલી કરી સાહેદ નવાજભાઈને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેમજ માથાના પાછળના ભાગે ત્રણ ચાર ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ બી. એમ. વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.









































