રાજુલામાં રહેતા ભાવેશભાઇ રામજીભાઇ કલસરીયા (ઉ.વ.૩૮)એ જાહેર કર્યા મુજબ, ધરતી મારબલ નામની દુકાનના સિમેન્ટના પીઢીયા પાપડા જાહેર રોડ ઉપર પડ્‌યા હતા. તેમની દિકરી તેમના ઘરેથી ટયુશનમાં જતી હતી એ સમયે સિમેન્ટનો પાપડો તેના ઉપર પડતા ફેકચરની તેમજ મુંઢ ઈજા થઈ હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.વી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.