અમરેલી જિલ્લામાં દેશી દારૂનાં દુષણને રોકવા પોલીસ દ્વારા કડક હાથે કામ કરવામાં આવી રહ્યું છે. આમ છતાં પ્યાસીઓ ગમે ત્યાંથી દારૂ મેળવી છાકટા બની બાઈક ચલાવતા હોવાનું નજરે પડે છે. જેમાં રાજુલાની બી.ડી.કામદાર ટેલિફોન ઓફિસની સામે રહેતો શુકલ જાધાભાઈ બાંભણીયા કેફી પીણું પી પોતાના હવાલાવાળી સ્પ્લેન્ડર ગાડી સર્પાકારમાં ચલાવતો હોવાથી પોલીસે કોઈની જીંદગી જાખમાય તે રીતે ગાડી ચલાવતા યુવકની અટકાયત કરી હતી. શુકલ કેફી પીણું પી બાઈક ચલાવતો હોવાનું સામે આવતા પોલીસે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે હેડ કોન્સ. એ.ડી.લાધવા તપાસ ચલાવી રહ્યાં છે. જયારે સાવરકુંડલાનાં મોટા ઝીંઝુડા પ્લોટ વિસ્તારમાં રહેતા મનસુખ મધુ વડેચા નામનો યુવાન પોતાના હવાલાવાળી બાઈક કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવતો હોવાનું જાણવા મળતા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનનાં એ.એસ.આઈ. કે.ડી. રાઠોડે મનસુખ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.







































