રાજુલામાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત યોજાયેલી વકૃત્વ, નિબંધ, ચિત્ર અને જ્ઞાન સહિતની વિવિધ સ્પર્ધાના વિજેતા ૨૩ વિદ્યાર્થીઓનું ટી.જે.બી.એસ. ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને રોકડ પુરસ્કાર એનાયત કરાયા હતા. એસ.એસ.સી. અને એચ.એસ.સી.માં સંસ્કૃત વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું. જિલ્લા પંચાયત અમરેલીના કારોબારી ચેરમેન અરજણભાઈ વાઘ સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.