રાજુલાના શિવરૂદ્ર ગૃપ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે, ત્યારે ફરી એકવાર આ શિવરૂદ્ર ગૃપના તમામ સભ્યો દ્વારા પૂંજાબાપુ ગૌશાળામાં રૂપિયા એક લાખ અગિયારસોનુ અનુદાન કૌશિકભાઈ તલાટીના હસ્તે આપવામાં આવ્યુ હતુ. આ તકે ભરતદાદા જાની, સુરેશભાઈ ધાખડા, મેહુલભાઈ હરિયાણી, વિશાલભાઈ પરમાર, મહેન્દ્રભાઈ ધાખડા અને રિતેશભાઈ તેમજ પ્રતિકભાઈ ઉપસ્થિત રહ્યા હતા.