રાજુલામાં પ્રજાપતિ કરસનભાઈ હરિભાઈ વાળા પરિવાર દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવે છે. મહાદેવજીની પૂજા મોટા ભાગે લિંગ સ્વરૂપે થતી હોય છે એમાં પણ પાર્થિવ શિવલિંગનું પૂજન અનેરૂ છે. મહિનો થતા તે ૧૫૧ પાર્થિવ શિવલિંગ થાય છે. શિવલિંગનું પૂજન આરતી અને શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળશે જેનું કુંભનાથ સુખનાથ મહાદેવ મંદિરમાં વિસર્જન કરાશે.









































