રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ આરીફભાઈ જોખિયાના પુત્ર રેહાન જોખિયાના જન્મદિવસ નિમિત્તે રાજુલા કબ્રસ્તાન ખાતે એક અનોખા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૪૦ જેટલા વૃક્ષો વાવીને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજુલા નગરપાલિકાના સભ્યો, વિવિધ સમાજના પ્રમુખો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.