રાજુલામાં લુહાર-સુથાર સમાજ વાડી ખાતે હિન્દુ મહાસંમેલન યોજાયું હતું. ઉપપ્રમુખ વિનુભાઇએ શબ્દોથી સૌનું સ્વાગત કર્યું હતું. મુખ્ય પ્રવકતા કિરીટભાઇ મિસ્ત્રી સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રીએ હાજરી આપી હતી. સંતો શ્રી નારાયણ સ્વામી, શ્રી હરીનંદન સ્વામી, શ્રી અમરદાસ બાપુ, નિગાળ અયોધ્યા દાસ બાપુ, ખાખબાઇ ધીરૂબાપુ તથા ચિરાગ બી. જોષી દ્વારા સભાને સંબોધન કરવામાં આવ્યું હતું. વિપુલભાઈ પરમાર, સાવરકુંડલાના અધ્યક્ષ જૈનમભાઇ અંબાણી, અરૂણભાઈ ગોંડલીયા, જતિનભાઇ ઠાકર, પ્રકાશભાઇ શાહ ભાવનગર તથા રાજુલા તાલુકાના રામ ભક્તો, વિવિધ જ્ઞાતિઓના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ યુવરાજભાઈ ચાંદુ, ગૌરાંગ મહેતા, ઘનશ્યામભાઈ મશરૂ, ભાવેશભાઈ તથા કેતનભાઈ દવે, આશિષ પારેખે જહેમત ઉઠાવી હતી.