આગામી રવિવાર, તારીખ ૧૫ સપ્ટેમ્બરના રોજ સાંજે ૪ઃ૩૦ વાગ્યે રાજુલાના લુહાર સુથાર સમાજ વાડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) દ્વારા એક મોટા હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વીએચપીની સ્થાપનાથી લઈને આજ સુધી, સંસ્થા ૩૨ દેશોમાં ૬૩,૦૦૦થી વધુ સેવા સમિતિઓ મારફતે ગૌરક્ષા, બાળ સંસ્કાર અને સાંસ્કૃતિક સંવર્ધન જેવી પ્રવૃત્તિઓ ચલાવી રહી છે. આ કાર્યક્રમમાં અનેક સાધુ-સંતો ઉપસ્થિત રહેશે. મુખ્ય વક્તા તરીકે કિરીટભાઈ મિસ્ત્રી, જે સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી છે, તેઓ હાજરી આપશે. જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને મંત્રી, બજરંગ દળના આગેવાનો તેમજ રાજુલા શહેર અને તાલુકાના રામ ભક્તો પણ આ કાર્યક્રમમાં જોડાશે. આ મહાસંમેલનના આયોજનમાં પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ, ઉપપ્રમુખ વિનુભાઈ મિસ્ત્રી, મંત્રી ચિરાગ બી. જોષી અને બજરંગ દળના પ્રમુખ ગૌરાંગ મહેતા મહ¥વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.