રાજુલા શહેરમાં વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. વ્યસનમુક્તિ રેલીમાં બહોળી સંખ્યામાં બાળકો તેમજ લોકો જોડાયા હતા. અખલમંગલ સ્વામી તેમજ સરલમૂર્તિ સ્વામી હાજર રહ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજાઇ હતી . મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી સ્વામિનારાયણ સંસ્થાના ૨૯૦૦૦ બાળ – બાલિકાઓ દ્વારા સમગ્ર ભારતના સ્વાસ્થ્યને મજબૂત બનાવવા માટે ૧૫ દિવસ માટે વ્યસન મુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું.