રાજુલામાં વિવિધ રૂટોની બસો ચાલુ કરવા બાબતે ચેમ્બર ઓફ કોમર્સ-રાજુલા દ્વારા રાજુલા એસટી ડેપો મેનેજરને પત્ર પાઠવી માંગ કરી છે. જેમાં જણાવ્યું છે કે, રાજુલા શહેરમાં એસટી દ્વારા અગાઉ જે બસો હતી તેમાના ઘણા રૂટોની બસો હાલમાં બંધ છે. જેમાં રાજુલાથી જાફરાબાદ-જામજાધપુર અગાઉ શરૂ હતી તે ફરી શરૂ કરવી, મહુવા-સુરત અને મહુવા-બાંદ્રા ટ્રેનનાં શેડ્યુલ મુજબ રાજુલાથી રાજુલા જંક્શન રૂટની બસ ચાલુ કરવી જેથી મુસાફરો આવી-જઈ શકે, રાજુલા-સુરત રાત્રીના સ્લિપીંગ બસ ચાલુ કરવી, રાજકોટથી રાજુલા આવવા માટે સાંજે પ કલાકે એકી સાથે ૩ બસો મળે છે જે ફેરફાર કરી રાજકોટથી રાજુલા આવવા માટે સાંજે ૭ઃ૩૦થી ૮ કલાક આસપાસ મળે તેવો પ્રબંધ કરવો વગેરે બસો ચાલુ કરવા તથા બંધ કરાયેલા રૂટો ફરી શરૂ કરવા પત્રમાં માંગ કરાઈ છે.