રાજુલા શહેરમાં સવારથી મેઇન બજારમાં ગટરના પાણી ઉભરાતા રાજુલા શહેરની મુખ્ય બજારોમાં ગટરના પાણી વહેતા જોવા મળ્યા હતા. એક તરફ વેપારીઓને સવારના દુકાન ખોલવાનો સમય અને બીજી બાજુ સવારમાં ભગવાનને દીવાબત્તીઓ કરવાનો સમય હોય તેવા સમયે આ ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે. વેપારીઓના કહેવા મુજબ ફરિયાદ કોને કરવી અને જ્યારે ફરિયાદ કરવા જઈએ ત્યારે અધિકારીઓ એકબીજાને ખો આપે છે. વોટિંગ સમયે મતદારો પાસે મતની આશા અને અપેક્ષા રાખતા રાજકીય નેતાઓ હવે રાજુલાના આ પ્રશ્ન અંગે ક્યારે જાગૃત થશે તેવી ચર્ચા થઈ રહી છે.