રાજુલામાં રેલવેની હદમાં કરવામાં આવેલા દબાણો આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા. જેમાં અડધી સદી જેટલા લાંબા સમયથી રહેતા પરિવારોના ઝુંપડાં તેમજ નોનવેજની હાટડીઓ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અંદાજે એક કિ.મી. સુધીનો રસ્તો સાફ કરી નાખવામાં આવ્યો છે.
ભાવનગર રેલવે તંત્ર દ્વારા, રાજુલામાં રેલવે વિભાગની હદમાં કરાયેલ દબાણો દૂર કરવાના કરાયેલ આદેશને પગલે ડિમોલીશનની કામગીરી કરાઇ હતી. અગાઉ યાર્ડ પાસે નગરપાલિકાને રેલવેની જમીન સોંપી દેવા ધારાસભ્ય અંબરીશભાઇ ડેર દ્વારા જારદાર આંદોલન કરવામાં આવ્યું હતું જેના પડઘા ગુજરાતભરમાં પડ્યા હતા. જાકે, રેલવે તંત્ર દ્વારા આ મામલે કોઇ મચક આપવામાં આવી નહોતી અને આ જગ્યા પર સરકારી જાડાણો બનાવવાનું જણાવી દેવાયું હતું. ત્યારે આ જગ્યા પર કરાયેલ દબાણો દૂર કરવાની આજે કામગીરી કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં રેલવે તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેના પર લોકોની નજર છે.