રાજુલા ચીફ જ્યુ. મેજિ. કોર્ટે રૂ. ૩પ લાખના બે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદ તથા રૂ. ૩પ લાખ વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો છે. મૂળ રાજુલાના અને હાલ સુરત રહેતા ફરિયાદી કમલેશભાઇ મગનભાઇ ખાગડ દ્વારા મૂળ વણોટ ગામના અને હાલ સુરત રહેતા કમલેશ ભુરાભાઇ કાતરીયા સામે ચેક રિટર્નની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદીને આરોપી પાસેથી ધંધાની રૂ. ૩પ લાખની રકમ લેણી હતી અને જેના ચૂકવણા માટે આરોપી કમલેશભાઇએ બે ચેક આપ્યા હતા. જે બંને ચેક બેંકમાં રિટર્ન થતા કમલેશભાઇ ખાગડ દ્વારા કરાયેલ કેસ રાજુલા ચીફ જ્યુ. મેજિ. કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી કમલેશ કાતરીયાને બે વર્ષની કેદ તથા રૂ. ૩પ લાખની રકમ ફરિયાદીને ચૂકવી દેવા હુકમ કર્યો હતો. કોર્ટે આપેલ ચુકાદો, ઉછીના પૈસા લઇ હજમ કરી જનારાઓ માટે નમુનારૂપ છે.