રાજુલામાં હાઈવેનું કામ કરી રહેલા એન્જિનિયરને ત્રણ શખ્સોએ વારંવાર રૂપિયા માંગી નદીનો રસ્તો બંધ જવા મુદ્દે સારૂ નહી લાગતા ઢોર માર મારતા એન્જિનિયરે પાંચ શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
રાજુલાના એન્જિનિયર સાહીલ બીજેન્દ્રભાઈ એહલાવત મહુવા-કાગવદર નેશનલ હાઈ-વે પ્રોજેકટ પર હીંડોરાણા ગામે ધાતરવડી નદી પર આવેલ પુલ પાસેથી પ્રોજેકટની જમીનમાં દિવાલ બનાવવા ખોદકામ કરતા હતા. જેમાં હીંડોરાણા ગામેથી ધાતરવાડી નદીમાં
જવાનો રસ્તો બંધ થતો હોય જે આરોપીઓને સારૂ
નહી લાગતા આરોપીઓ સામતભાઈ, લાલાભાઈ, ઘનશ્યામ અને બે અજાણ્યા શખ્સોએ એકસંપ કરી એન્જિનિયરને લાકડી, પાઈપથી ઢોર માર માર્યો હતો. હાઈવેનું કામ અટકાવી આરોપીઓ અવાર-નવાર બળજબરીપૂર્વક રૂપિયાની માંગણી કરતા હોય જેથી એન્જિનિયરે પાંચેય શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે.